Our Materials

વૈદિક અને અનુંવૈદિકકાલીન ભારત

02:11 AM, 18-Oct-2018

વૈદિક અને અનુંવૈદિકકાલીન ભારત

       વિશ્વની પ્રાચીનતમ મહાન શહેરી સભ્યતાઓમાંની એક હડપ્પીય સભ્યતાની આપણે પ્રકરણ- 3 માં ચર્ચા કરી ગયા જેમાં તેના પતનનું એક કારણ બહારી આક્રમણ હતું. તે આક્રમણ આર્ય પ્રજા સાથે સંકળાયેલું છે. જે બાબતનો આપણે ઇન્કાર કર્યો છે.શહેરી સભ્યતાના પાટણ પછી ભારત ફરી એક વખત ગ્રામીણ સંસ્કૃતિમાં પરિવર્તિત થયું ત્યાર પછીના ભારતના રાજકીય અને સાંસ્ક્રુતિક ધરાતલ પર આર્ય પ્રજાનો દબદબો જોવા મળે છે. આજે પણ આપણી ભારતીય પ્રજા આર્યપ્રજા તરીકે ગૈરવ અનુભવે છે.

      આઘ્ય હિન્દ-આર્યોનું મૂળ ક્યાં ? તે વિશે લગભગ બે ડઝન જેટલી ધારણાઓ અનેક મહાનુભાવો કરી છે. પુરપુરાતત્વ શાસ્ત્રીઓના મતે યુકેન એ ઇન્ડો- યુરોપીયન ભાષા બોલાતી પ્રજાનું મૂળ સ્થાન હતું. કેમકે ત્યાં સ્રેદેની સ્ટોગ નામના સ્થળ ઉપર આ સંસ્કૃતિના ઇ.સ. પૂર્વે 4500થી3500ના અવશેષો પ્રાપ્ત થાય છે. આ પ્રજા ત્યાથી સ્તળાંતર કરી દક્ષિણ વોલ્ગા નદી પર આવેલ યામિન્યા પહોચ્યા તેના પણ ઇ.સ.પૂર્વે 3500થી2500ના પુરાવા પ્રાપ્ત થાય છે. આ ઇન્ડો- યુરોપીયન ભાષા બોલાતી પ્રજા એ ઇન્ડો-ઈરાની અને આધ્ય ઇન્ડો-આર્યન સંસ્કૃતિના મૂળ તત્વોને કેવી રીતે પોતાના જીવનમાં આરોપ્યા તે કહેવું થોડું કઠિન છે. પરંતુ એટલું ચોક્કાસ છે કે ભારતમાં આવતા પૂર્વે આધ્ય ઇન્ડો–આર્યન બે ક્ષેત્રોમાં જોવા મળતા હતા. એક હતું કઝાકિસ્તાનના પશ્ચિમ-દક્ષિણ યુરલનું સીનતસ્તક્ષેત્રે અને બીજું દક્ષિણ તુર્ક મેનિસ્તાન અને ઉત્તર અફઘાનિસ્તાન બિજ્સ્સ ક્ષેત્રમાં એ પાછાડથી આવ્યા જણાય છે. પુરાતત્વવિદો એવું માને છે કે સીનતાસ્તાક્ષેત્રેમાં હતા ત્યારે આધ્ય ઇન્ડો- ઈરાની અને આધ્ય ઇન્ડો-આર્યન સાથે જ રહેતા હતા. જો કે સીનતાસ્તનો સબંધ દક્ષિણ મધ્ય એશિયા સાથે કેવો હતો. તે માટે પુરાતત્વિય અન્વેષણની જરૂર છે.

        એક આધુનિક મત પ્રમાણે ઇન્ડો- યુરોપીયન ભાષા મૂળ યુરેશિયામાં બોલાતી જે દક્ષિણ રશિયામાં આવેલું છે. ત્યાં આવેલા સ્ટેપિઝના મેદાનો એ ઇન્ડો- યુરોપીયન ભાષા બોલનાર પ્રજા ( આર્યો ) નું મૂળ સ્થાન હશે તેમ મનાય છે. પુરાતત્વિય સંશોધનો પ્રમાણે ઇ.સ. પૂર્વે 4000 માં રશિયામાં આ પ્રજાએ ઘોડા પાળવાનું શરૂ કર્યું અને ઘોડો એ તેમનું અગત્યનું સાંસ્ક્રુતિક લક્ષણ બન્યું. સ્ટેપિઝના મેદાનોના આર્કિયોલોજિકલ અને એન્થોપોલોજિકલ પ્રમાણો એમ બતાવે છે કે તત્કાલિન સમયે શીતકાળ હોવાથી અને ઘાસના મેદાનો ઓછા થવાથી ગરમ અને ઉપજાઉ જમીન ભૂમિ તેરફ તેમનું વિચરણ થયું હશે. ઊંચા ઘાસના ઓછા થતાં જતાં લેયર્સ આ વાતની સાક્ષી પૂરે છે.

    એટલું સ્પષ્ટ થાય છે કે ઇ.સ.પૂર્વે1500ની આસપાસ જ્યારે આપણે ભારતીય સરહદમાં પ્રવેશ કર્યો ત્યારે તેઓ આર્ય સંસ્કૃતિથી સંપૂર્ણ હતા. તેમની ભાષાના સૌથી પ્રાચીન અભિલેખિક નમૂના પશ્ચિમ એશિયામાં મળે છે. જો કે એમની ભાષાનો જન્મ ઇ.સ. પૂર્વે 5000વર્ષથી વધારે જૂનો માનવામાં આવે છે. લગભગ ઇ.સ. પૂર્વે 5000 વર્ષ દરમિયાન યુકેન માં તેમણે ઘોડા પાળવાનું શરૂ કર્યું. અને તેઓ ભોયારા વાળા ઘરમાં રહેતા મૃત વ્યક્તિને બાળવાની પ્રથા તેમણે કઝરવસ્તાન પાસેથી શીખી હશે. આરાવાળા પૈડાના રથનો ઉપયોગ સૌપ્રથમ તેમણે કોકેસસમાં કર્યો અને તેમના યુદ્ઘમાં રથનું સૌથી વધુ મહત્વ શરૂ થયું. લગભગ ઇ.સ. પૂર્વે 4000 આસપાસ દક્ષિણ રશિયામાં (યુરેશિયા) પુરુષપ્રધાન સમાજના પુરાવા પ્રાપ્ત થાય છે. ત્યાર બાદ મધ્ય એશિયામાં મળેલી પશુપાલક પ્રજાની કબરોમાં પુરૂષોને જમણી તરફ અને સ્ત્રીઓને ડાબી તરફ રાખવામા આવી છે. અગ્નિપૂજાનો ઉલ્લેખ પણ યુરેશિયામાં ઇ.સ.પૂર્વે4000નો મળે છે. જે દક્ષિણી તાજિકસ્ત્તાનમાં પણ મળે છે. જે ચૂલારૂપે હતો. પછીથી આ ચૂલાનો વિકાસ વૈદિક અગ્નિવેદી તરીકે થતો આપણે જોઇયે છીયે. ઉત્તર ભારતના મેદાનમાં આ ઇન્ડો- આર્યન ક્રમશ: ખેતીવાડી સાથે સંકળાતા જાય છે. ઋગ્વેદમાં કૃષિ સબંધી અનેક શબ્દો મળે છે. જેના સગોત્ર શબ્દ અન્ય ઇન્ડો-યુરોપીયન ભાષાઓમાં મળતા નથી. એટલે કે ભારતમાં આવી તેમણે કૃષિ શરૂ કરી અને તેમનો સ્થાઈ વસવાટ ઊભો કર્યો. સ્વસ્તિકનું પ્રતિક એલમ અને બલૂચિસ્તાન થઈને મધ્ય એશિયામાં ગયું હશે. જાતિગત ધોરણે જોઇયે તો ઇન્ડો-આર્યન એક મિશ્રિત પ્રજા હતી જે ભારતમાં નવી ભાષા અને સંયુક્ત સંસ્કૃતિની સાથે આવ્યા.

   આર્યસંસ્કૃતિનું વિશ્લેષણ :

      વૈદિક ઈરાની અને ગ્રીક ગ્રંથનો આધાર લઈએ તો જુદીજુદી આધ્ય ઇન્ડો-યુરોપીયન ભાષાઓમાં મળતા સગોત્ર શબ્દની મદદથી આર્ય સંસ્કૃતિની પ્રમુખ વિશેષતાઓ જાણી શકાય છે. ઋગ્વેદ, જેન્દ અવેસ્તા અને ગ્રીક કવિ હોમરે રચેલ ઇલિયડ અને ઓડિસી વિસ્વના અગ્રગણ્ય પ્રાચીન ગ્રંથો ગણી શકાય. જો કે ઈતિહાસકારોમાં તેના સમય બાબતે વિભિન્ન મતભેદો પ્રવર્તે છે. પરંતુ મોટા ભાગના વિદ્ધાનોએ આ ગ્રંથનો એક સામાન્ય સમય નિશ્ચિત કર્યો છે. તે પ્રમાણે ઋગ્વેદનો રચનાકાળ ઇ.સ. પૂર્વે 1500થી ઇ.સ.પૂર્વે 1000 સુધીનો ગણાય છે. તો જેન્દ અવેસ્તાને ઇ.સ.પૂર્વે 1400 આસપાસ મૂકવામાં આવે છે. તો હોમરના મહાકાવ્યોને ઇ.સ. પૂર્વે 900–800 માં મૂકવામાં આવે છે. આ ગ્રંથોમાં આવેલા વર્ણનો ને શુદ્ધ ઇતિહાસ ગણી ન શકાય. પરંતુ તેમાથી ઇતિહાસની મહામૂળી સામગ્રી તો પ્રાપ્ત થાય જ છે. અલગઅલગ ભૌગોલિક ક્ષેત્રો માં લખાયા હોવા છતાં દરેકમાં તાંબાનો અને કાંસાનો પ્રયોગ સર્વસામાન્ય છે. હોમરની રચનામાં તો લોખંડની પણ ચર્ચા છે. આ ગ્રંથોમાં સમાવિષ્ટ પ્રજાનો વ્યવસાય ખેતી અને પશુપાલન હતો. આર્ય પ્રજા શીતોષ્ણ વાતાવરણમાં રહેતી હતી. ઘોડા પાળતી હતી. જેનો ઉપયોગ આરાવાળા પૈડાંના રથમાં કરવામાં આવતો હતો. અને તે ધનુષ્યથી બાણ છોડતા અને બાણને ભાથામાં રાખતા, અગ્નિપૂજામાં માનતા અને સોમરસનું પાન કરતાં. તમામ ઇન્ડો- યુરોપીયન સમાજમાં પશુની બલિ આપવાનો રિવાજ હતો. આર્યસંસ્કૃતિની સૌથી મોટી વિશેષતા એ ઇન્ડો- યુરોપીયન ભાષા હતી. P.G.W.(ચિત્રિત ભૂખરા રંગના વાસણો) આર્યસંસ્કૃતિ સાથે સંકળાયેલ છે. કુર્ગુન કલ્ચર એ આર્યોના ઘર સાથે (યુરેશિયા) સંકળાયેલ છે. તેની કેટલીક લાક્ષણિકતાઓને આપણે અલગથી તપાસીએ.

   (1)અસ્વપાલન અને વિચારણની પ્રક્રિયા: આપણે જોયું તેમ આ સંસ્કૃતિમાં ઘોડાનું સ્થાન બહુ જ અગત્યનું હતું. ઇન્ડો- યુરોપીયન ભાષાઓમાં અસ્વ અને તેના સગોત્ર શબ્દો સંસ્કૃત, આવેસ્તાની ભાષા ગ્રીક, લેટિન માં મળે છે. વેદ અને આવેસ્તામાં તો વ્યક્તિઓના નામ પણ અસ્વ પર આધારિત મળે છે. આવા નામો  વેદમાં 50 અને રથવાળા 30 જેટલા નામો મળે છે. વિશ્વના પ્રથમ ઈતિહાસકાર હેરોડોટસે પોતાના પુસ્તકમાં ઈરાની આદિજાતિઓના નામ આપ્યા છે. તેમાંય ઘણી આદિજાતિઓનાનામ ઘોડાના નામ પર મળે છે. ઇ.સ. પૂર્વેની 1700માં બેબીલોન સભ્યતા પર આક્રમણ કરનાર કસ્સિયોના સબંધ પણ ઘોડાની સાથેજ જોડાયેલ છે. ઋગ્વેદમાં 215 વખત ઘોડાની ચર્ચા આવે છે. જેટલી ચર્ચા અન્ય પશુઓની નથી થતી. ગાય (ગો) ની ચર્ચા 176 વાર વૃષભ (બળદ) ની 170 વાર થઈ છે. તેનાથી તેમના જીવનમાં પશુપાલનનું મહત્વ પ્રગટ થાય છે. પરંતુ સામાજિક સરચના જોઇયે તો પશુપાલકો પર અસ્વધારીઓનું વર્ચસ્વ સ્પષ્ટ થાય છે. ઋગ્વેદ પર મધ્ય એશિયાનો પ્રભાવ હોવાને કારણે તેમાં ઉષ્ણકટિબંધીય ક્ષેત્રોના પશુઓની ચર્ચા નથી. વાઘ અને ગેંડાનો ઉલ્લેખ મળતો નથી. સિહ, હાથી અને ભેસનો ઉલ્લેખ ઘણો ઓછો છે.

      ઘોડાની પ્રશંસા પણ ઋગ્વેદમાં ઘણી થઈ છે. તેમમાં દેવતાઓ પણ ઘોડા સાથે જોડાયેલા છે. તેઓ ઘોડાની કામના કરે છે. અને પ્રાર્થનામાં 1000 ઘોડાની માગણી કરે છે. સૂર્ય પણ તેજીલા ઘોડા ઉપર સવાર છે. પાછાડથી ભારતીય મૂર્તિકલામાં 7 રથ વાળા સૂર્યની પ્રતિમા આપણે જોઇયે છીયે. આવેસ્તના ઘોડા પર બેઠેલા અપામ નપાત દેવતાનો ઉલ્લેખ ઋગ્વેદમાં પણ મળે છે. જરથ્રૂસ્ટ્ર રાજા વિસ્તાસ્પને અનેક ઘોડાઓ તારી પાસે હજો જેવા આશીર્વાદ આપેછે. પોરસાસ્પ ( જરથ્રુસ્ટ્રના પિતા ) ગુસ્તાસ્પ , ગમાસ્પ જેવા મનુષ્યના નામો પાછળ રહેલ અસ્પ એ અસ્વનો જ ધ્યોતક છે. એટલે કે ઈરાની અને વૈદિક પરંપરામાં ઘોડાની મહત્તા છે. હોમરના મહાકાવ્યોમાં પણ ઘોડાનો ઉલ્લેખ ઘણો થયો છે.

    (2) રથ યુદ્ધ: ઇન્ડો- યુરોપીયન ભાષા બોલતા લોકો યુદ્ધમાં રથ નો પ્રયોગ વિપુલ માત્રામાં કરતાં. પરવર્તી વૈદિક ગ્રંથોમાં વાજપેયી યજ્ઞની વાત આવે છે. જેમાં રથદોડ મુખ્ય છે. જે ગ્રીકમાં પણ પ્રચલિત હતી જેનું વર્ણન હોમરે કર્યું છે. ધુરી, જોત, નાભી જેવા શબ્દો ઘોડા અને રથ સાથે સંકળાયેયલા છે. તે છ જેટલી ઇન્ડો-યુરોપપિયન ભાષાઓમાં મળે છે. મિટ્ટાની શાસકોના શીલાલેખોમાં ઇ.સ.પૂર્વે 1400ની આસપાસ રથો નો પ્રયોગ મળે છે. કીકકુલી નામનો મિટ્ટાની શાસક ઘોડાની ટ્રેઇનિગ માટે શુદ્ધ સંસ્કૃતના શબ્દોનો પ્રયોગ કરે છે. એક મિટ્ટાની રાજાનું નામ દશરથ જોવા મળે છે. જેનો અર્થ દસ રથ ધરાવનારો થાય છે. આ બાબતથી સ્પષ્ટ થાય છે કે ભારતમાં આવેલી આર્ય પ્રજા પોતાની સાથે ઘોડા અને રથ લઈને આવી, એ પૂર્વે ભારતમાં ઘોડાનો અભાવ છે.

       હડપ્પીય સભ્યતામાં માટીના જે રમકડાં મળ્યા છે. તેમાં દાયમાબાદમાં રથ મળ્યો છે. પરંતુ તેમાં આરા મળ્યા નથી. બનાવલિમાં પણ આવો એક સંદિગ્ધ હડપ્પાકાલીન પુરાવો મળ્યો છે. આ બાબતથી એક બાબત સ્પષ્ટ થાય છે કે ભારતમાં ઇન્ડો- આર્યન પ્રજા આવી ત્યારથી ઇ.સ. પૂર્વે 1500ની આસપાસ ઘોડા અને રથથી ભારતીયો જાગૃત થયા. રિચર્ડ મીડો નામના અમેરિકન પુરપૂરતત્વવિદે સ્પષ્ટ કર્યું છે કે ઇ.સ. પૂર્વે2000પહેલા ભારતમાં ઘોડાના કોઈ પુરાવશેષો મળતા નથી. ગાંધાર સંસ્કૃતિમાં ઇ.સ. પૂર્વે 1400માં દેખાય છે.

    (3)અગ્નિસંસ્કાર :ઘોડાની જેમજ અગ્નિસંસ્કાર પણ આર્ય સંસ્કૃતિની એક વિશેષતા છે. હડપ્પીય સંસ્કૃતિમાં તે મહદશે જોવા મળતી નથી. ઇ.સ. પૂર્વે 1500ની આસપાસ મળેલી સિમેટરી – એચ જેનો ઉલ્લેખ આપણે આગળ કર્યો છે. તે માત્ર હડપ્પીય સભ્યતા સુધી સીમિત નથી. વ્હીલર તો એચ. સિમેટરી સંસ્કૃતિને ઉત્તર હડપ્પાકાલીન ગણે છે અને માને છે કે તેનાથી ભારતમાં નવીન પ્રજાનું આગમન થયું હોવું જોઇયે. દાહ સંસ્કાર ઉપરાંત સમાધિની પ્રથા પણ અહિયાં જોવા મળે છે. ભારતામાં ઘોડા પાળવાવાળી અને ઇન્ડો- યુરોપીયન ભાષા બોલાતી આ પ્રજાએ સ્વાતખીણ વિસ્તારમાં તેનો પ્રારંભ કર્યો હોવાનું જણાય છે.

     (4)અગ્નિપૂજા :અગ્નિપૂજા એ ઇન્ડો- આર્યન ઇન્ડો- ઈરાનીયાનની ખાસ વિશેષતા છે. ઋગ્વેદ અને અવેસ્તા બંનેમાં વેદી અને અગ્નિપૂજાનું મહત્વ છે. ભારતમાં હડપ્પીય સભ્યતા બાદ અગ્નિનું વિશિષ્ટ મહત્વ એ આર્ય સંસ્કૃતિની દેણ છે. પ્રાચીન કાળમાં અનેક સમાજોમાં તે થતી. આર્યોએ યુકેનામાં ઇ.સ. પૂર્વે 4000 થી અગ્નિની પૂજા શરૂ કરી હશે. તેમ પુરાવા કહે છે.

      (5)પશુબલિ:પશુચારણના વ્યવસાય સાથે સંકળાયેલી પ્રાચીન જનજાતિઓની જેમ જ ઇન્ડો- યુરોપીયન ભાષા બોલાતી આ પ્રજા પશુબલિ સાથે સંકળાયેલ છે. પ્રાચીનતમ પશુચારક પ્રજા દૂધ અને તેનાથી બનતી ચીજો માટે નહીં પરંતુ માસ માટે પશુનું પાલન કરતી. ગોંડ જનજાતિમાં 19મી સદી સુધી આ પ્રથા પ્રચલિત હતી. મૃતકોની સાથે પણ પશુઓને દાટવામાં આવતા અને મરણોપરાંત પણ આ પ્રથા ચાલતી રહેતી.

    વૈદિક સમાજમાં અસ્વમેઘ યજ્ઞનું મહત્વપૂર્ણ સ્થાન હતું. વેદો પર વૈજ્ઞાનિક  સંશોધન કરનાર ફ્રાન્સીસી વિદ્ધાન રેનુના મતે આ યજ્ઞ ઇન્ડો- યુરોપીયન અનુષ્ટાન હતું.જે પ્રાચીન, રોમ અને આયર્લેંન્ડ માં પણ જોવા મળે છે. જે 5000 વર્ષ ઇ.સ. પૂર્વ જેટલું જૂનું છે. ભારતમાં વૈદિક યુગમાં તેને અસ્વમેઘ યજ્ઞનું સ્વરૂપ આપવામાં આવ્યું.

(6) સોમપાન: વૈદિક આર્યોમાં સોમપાન ઈરાનીય આર્યો જેટલું જ પ્રચલિત હતું. અવેસ્તામા સોમને હોમ તરીકે ઓળખવામાં આવતો. સોમના છોડ વિશે અનેક મતમતાંતર છે. પરંતુ કેટલાક વનસ્પતિશાસ્ત્રીઓના મતે ઇફેડ્રા નામના છોડમાથી સોમરસ બનાવી શકાય. પ્રાચીન દક્ષિણ- પૂર્વી તુર્કના તોગોલોક મંદિરમાથી તેના પ્રમાણ મળે છે. વૈદિક આર્યો પણ ઉત્સવો દરમિયાન માદક પાણીનો ઉપયોગ કરતાં.

  7)સ્વસ્તિક: આર્યત્વનું એક મહત્વનુ ચિન્હ સ્વસ્તિક હતું જો કે વૈદિક સાહિત્યમાં તેની ચર્ચા નથી. તે ઇ.સ. ની પ્રારંભિક સદીઓમાં ધાર્મિક કળલાઓમાં વપરાયેલું જોવા મળે છે. આર્યોની પોટરી ( P. G. W ) પર સ્વસ્તિકનું અલકરણ જોવા મળે છે. તે એલમ, બલૂચિસ્તાન , હડપ્પીય સભ્યતા અને તુર્કી સુધી જોવા મળે છે. મૌર્ય અને મોર્યેતર કલામાં તેનો બહોળો ઉપયોગ થયો છે.

   (8) ભાષા ; ઇન્ડો-યુરોપીયન ભાષા આર્યસંસ્કૃતિની મુખી વિશેષતા ગણાવી શકાય. ભાષાશાસ્ત્રીઓએ આધ્ય ઇન્ડો- યુરપિયન ભાષાનું સ્વરૂપ તૈયાર કર્યું છે. તેમના માતાનુસાર તેની શરૂઆત ઇ.સ.પૂર્વે 7000 થી ઇ.સ.પૂર્વે 6000 વર્ષો દરમિયાન થઈ હશે. તેને પૂર્વ અને પશ્ચિમ એમ બે શાખાઓમાં વહેચવામાં આવી છે. પૂર્વી શાખાને આધ્ય ઇન્ડો ભાષા પણ કહેવાય છે. તેનું પ્રાચીન ઉદાહરણ ઇરાકમાં અગેડ વંશના અભિલેખમાં જોવા મળે છે. હંગેરિયન ભાષાશાસ્ત્રી જે. હરમટ્ટા તેને ઇ.સ.પૂર્વે 2300 થી 2100 ની વચ્ચે રાખે છે. મેસેપોટામિયામાં ત્યાર પછી ઘણા અભિલેખો કસ્સિયો અને મિટ્ટાનીઓના મળે છે. પરંતુ ભારતમાં 16 મી સદી ઇ.સ.પૂર્વે પહેલાના કોઈ જ અભિલેખ આ ભાષામાં જોવા મળતા નથી. ગોર્ડન ચાઈલ્ડે ઇન્ડો-યુરોપીયન ભાષાના ઉદગમસ્થાન તરીકે તુર્કીને માન્યું છે. જે કોકેસસના દક્ષિણમાં બોલાતી હતી. બ્રિટિશ આર્કિયોલોજિકલ રેન્ફ્રૂના મતે પૂર્વ તુર્કસ્તાન એ આર્યોનું મૂળ સ્થાન હતું અને ત્યાથી ઇન્ડો- યુરોપીયન ભાષા વિભિન્ન દિશાઓમાં ફેલાઈ જો કે હજી અને ખાસ પ્રમાણ મળતા નથી. ભારતમાં આર્યો અને દાસો વચ્ચેના સંઘર્ષમાથી ઉર્દુ ઉત્પન્ન થઈ જો કે વૈદિક ભાષા જેટલું ઉચ્ચ સ્થાન ઉર્દુ ને મળ્યું નથી. વૈદિક ભાષા દેવતાઓની વાણી બની.આ ભાષાનો સંદર્ભ વ્યવસ્થિત રીતે બેબીલોનિયન ભાષાઓના જ્ઞાનના માધ્યમથી મેળવી શકાય. તેના અભ્યાસથી ભારતમાં ઇન્ડો- યુરોપીયન ભાષાના મૂળ શબ્દોના અર્થ કેવી રીતે બદલાયા છે તે ખ્યાલ આવે વહે. જેમ કે દાસ શબ્દનો મૂળ અર્થ દાતા હતો. જે પછીથી ગુલામ સ્વરૂપે પ્રયોજાયો અને આર્ય શબ્દનો મૂળ અર્થ વિચરણ કરવું તેવો હતો. જે આજે શ્રેષ્ઠ, ઉદાર અને મહાન શબ્દો તરીકે પ્રયોજાજો છે. એ જ રીતે ઇન્દ્રનો વ્યૂહાત્મક અર્થ યોદ્ધા થાય છે જે અધિપતિ અથવા સેનાપતિ તરીકે વપરાતો હતો. આર્ય શબ્દ ઋ ધાતુ પરથી બનેલો છે.

     ઉપર્યુક્ત આર્ય સંસ્કૃતિના વિશ્લેષણથી એ સ્પષ્ટ થાય છે કે ઈ.સ. પૂર્વે 2000 વર્ષ પહેલા આ સંસ્કૃતિ ભારતમાં જોવા મળતી નથી. અસ્વપાલન, આરાવાળા પૈડાં અને રથનો પ્રયોગ, યુદ્ધમાં રથનું પ્રચલન, અગ્નિસંસ્કાર, સોમરસપાન, અગ્નિપૂજા અને અસ્વમેઘયજ્ઞ એ તેમની વિશેષતા હતી. જે ભારત માં જોવા મળતી નથી. એમાંની સૌથી મોટી વિશેષતા એ તેમની ભાષા જે ભારતીય ઉપમહાદેશની બાહાર જોવા મળે છે. જેની સાથે ઉપરોક્ત લક્ષણો પણ જોવા મળે છે.તેથી એ સ્પષ્ટ થાય છે કે તેઓને હડપ્પીય સભ્યતા કે ભારતની તત્કાલિન અન્ય સમકાલીન સંસ્કૃતિમાં શોધવા નિરર્થક છે.

    ભારતમાં આર્યપ્રજા વિશે કેટલીક ધારણાઓ જોવા મળે છે. મહાન સ્વતંત્રતા સેનાની લોકમાંન્ય તિલકે પોતાના પુસ્તક The Arctic Home of Aryans માં આર્યોને ઉત્તરઘૃવના નિવાસીઓ દર્શાવી ઉત્તરધ્રુવનું સ્તળાંતર બનાવી તેઓને મૂલત: ભારતીય બતાવવાનો પ્રયત્ન કર્યો છે. તો 19મી સદીના મહાન સમાજસુધારક અને આર્યસમાજના સ્થાપક દયાનંદ સરસ્વતીએ આર્યોનું મૂળ તિબેટ દર્શાવ્યું છે. જર્મન સમાજશાસ્ત્રી મેકસમૂલરે આર્યો મધ્ય એશિયાના નિવાસી હતા.તેમ પોતાના સાંશોધનોમાં દર્શાવ્યું છે. કેટલાક ભારતીય લેખકો આર્યો સંપૂર્ણપણે ભારતીય હતા અને તેઓ સ્થળાંતરીત થઈને યુરોપ તરફ મધ્ય એશિયાના માર્ગે ગયા તેમ પણ જણાવે છે.

     ઇ.પૂ.2000માં ઈરાનીયો અને ઇન્ડો- આર્યન જુદા પડ્યા. બેબીલોનના કસાઈટ શાશકો ઇ.પૂ. 16મી સદીમાં ઇન્ડો- આર્યન શબ્દોનો ઉપયોગ કરે છે. બાદ મિટ્ટાનીના સાશકો ઇન્ડો- આર્યન શબ્દોનો ઉપયોગ કરે છે. બોગઝ્કોઈ(ઇ.સ.પૂર્વે 16મી સદી) શિલાલેખમાં ઘોડાની ટેનિગ માટે કીકકુલી જે મિટ્ટાનીનો શાસક હતો તે શુદ્ધ સંસ્કૃતના શબ્દો પ્રયોજે છે.ઇન્ડો-આર્યનના મુખ્ય બે ઘોડાઓ ભારતમાં આવેલા.ઇ.સ.પૂ. 2000માં અને ઇ.પૂ. 1400માં ઇન્ડો- આર્યનની બે ભાષાઓ ભારતમાં થઈ. (1) ડાર્ડિક અને (2) વૈદિક સંસ્કૃત. ડાર્ડિક ભાષા મૂળ અફઘાનિસ્તાનના પામીર વિસ્તારમાં બોલાતી.

        ભારતમાં આર્યોનું આગમન: રોમિલા થાપરના મતે આર્ય શબ્દ એ કોઈ જાતિ દર્શાવતો શબ્દ ન હોતા ભાષિક પદ છે. એટલે કે એવી પ્રજા એ ઇન્ડો- યુરોપીયન ભાષાનો પ્રયોગ કરે છે. આપણે જોયું તેમ આર્યો ઇ.સ. પૂર્વે 2000 અને ઇ. સ. પૂર્વે 1400ની આસપાસ હિન્દકુશ પર્વતમાળાના ખૈબરઘાટથી ભારતમાં પ્રવેશે છે. જેનું વર્ણન ઋગ્વેદમાં થયેલ છે. ઋગ્વેદ અને તેની સાથે સંકળાયેલ બ્રહ્માણો વૈદિક આર્યોનું જીવન જાણવાના મુખ્ય સાધનો છે. અફઘાનિસ્તાનથી પંજાબ આવતા સુધીમાં ઋગ્વેદ લખાયો હોય તેવું સ્પષ્ટ થાય છે. તેનો સમય ઇ. સ. પૂર્વે 1200ણો ગણવામાં આવે છે.

       ઋગ્વેદ પ્રમાણે પંજાબ એ આર્યોનું મુખ્ય કેન્દ્ર બને છે. ઋગ્વેદમાં પંજાબની નદીઓના ઉલ્લેખો આ પ્રમાણે મળે છે. સુતુંદ્રી – સાતલજ , વિપાસ- બીઆસ,પૂરુષ્ણી- રાવી, અષ્કિની – ચિનાબ, વિતાસ્તા –ઝેલમ. આ સરહદોના (ઉપરોક્ત નદીઓની પંજાબની) બ્રહ્મવ્રત અને બ્રહ્મર્ષિ દેશ તરીકે ઋગ્વેદમાં ઉલ્લેખ થયેલો છે.

     વેદકાલીન પરિસ્થિતી:- આ પ્રજા પશુચારણ પ્રજા હતી. તેથી વિચરતી રહેતી હતી.ઇ.સ. પૂર્વેની 7મી સદી સુધીનો તેમનો ઇતિહાસ મોટે ભાગે તેમના સ્થળાતરનો ઇતિહાસ છે. તેમના પશુઓમાં ઘોડા મહત્વના હતા. રથ અને પૈડાવાળા ગાડા એ તેમના મુખ્ય પરિવહનના સાધનો હતા. ફરતી ખેતી પણ કરતાં અને જાવ , ઘઉં , ખાસ ઉગાડતા. વૈદિકકાળમાં લોખડનો અભાવ જોવા મળે છે , તેથી કૃષિ અને સ્થાનિક વસાહતનો પણ બહોળો પ્રયોગ જોવા મળતો નથી. આર્યો સપ્તસિંધુના પ્રદેશમાં રહેતા અને તેમની અલગ-અલગ જનજાતિઓની બનેલી ટોળીઓ હતી. જેમાં ભારત એ સૌથી અગત્યની ગણાવી શકાય. ઋગ્વેદમાં દાસ, દસ્યું , અને પાણી જેવી અન્ય જાતિઓનો ઉલ્લેખ છે. જે અનાર્ય હતી. ઋગ્વેદમાં ઇન્દ્રએહરિયુપિયાસ્થળનો નાશ કર્યો હતો તેવો ઉલ્લેખ થયો છે જે સ્પષ્ટત: દર્શાવે છે કે ત્યારથી સ્થાનિક લોકો સાથે તેમના સબંધો સ્થાપિત થયા હશે. ઋગ્વેદનો સમયગાળો ઇ.સ. પૂર્વે 1500 થી 1000 નો ગણી શકાય જેમાં કુલ 1028 સુકતો છે અને તે દસ મંડલમાં વહેચાયેલ છે. પ્રથમ ત્રણ અને પછીના છેલ્લા બે મંડલો પછીથી રચાયા હોય તેમ લાગે છે. દસમા મંડલમાં પુરુષ સુકતનો ઉલ્લેખ છે. ઋગ્વેદમાં એક પ્રસિદ્ધ વાક્ય મળે છે કે “હું ચારણ છું., મારા પિતા વૈદ છે અને મારી માતા ઘંટીમાં દરણું દળે છે.“ આ વિધાન સ્પષ્ટ દર્શાવે છે કે ઋગ્વેદ્કાલિનના આર્યોમાં વર્ણવ્યવસ્થા પછીથી જેવી રીતે જન્મ આધારિત બની તેવી દેખાતી નથી. ઋગ્વેદ સાથે ઐતરિય બ્રાહ્મણ જોડાયેલ છે.

     બેનર્જીના મતે ભારતમાં લોખંડની શોધ ઇ.સ.પૂર્વે 1000 માં થઈ. છોટાનાગપુરની આસપાસનો પ્રદેશ એ લોખંડનો મુખ્ય પ્રદેશ હતો.

    લોખંડના ઉપયોગના પ્રથમ પુરાવા ગુલામ, સરાઈખોલા અને ભગવાનપુરાવામાં મળે છે.

     ( 1 ) વેદકાલીન ભારત : છૂટાછવાયા પુરાતત્વિય અવશેષોને આધારે સ્પષ્ટ થાય છે કે ઇ.સ.પૂર્વે 1500 થી ઇ.સ.પૂર્વે 1000 દરમિયાન (વૈદિક યુગ) પ્રજા સ્થાયી જીવન જીવતી ન હતી. તે કાબિલા પ્રકારનું સંગઠન દર્શાવે છે. જનજીવનના આ વાતાવરણમાં યુદ્ધ, આક્રમણ અને જનસંહાર તથા વિભિન્ન જાતીયો વચ્ચે આંતરિક અને આંતરજાતીય સંઘર્ષોના ઉદાહરણ ઋગ્વેદમાં જોવા મળે છે. દશરાજ્ઞ યુદ્ધ તેનું પ્રત્યક્ષ પ્રમાણ છે તેનાથી પણ વૈદિક લોકો સ્થાયી જિનન જીવતા નહોતા તે સ્પષ્ટ થાય છે. તેમના ભૌતિક જીવનમાં પશુપાલનનું વિશિષ્ટ મહત્વ હતું. પશુપાલન એમના જીવન સાથે એટલું ગાઢ વર્ણાયેલુ હતું કે યુદ્ધને ગવીષ્ટી એટલે કે ગાયોની શોધ કહેવામા આવતું. એ જ પ્રમાણ ગાય સાથે સંકળાયેલા યુદ્ધ માટે વપરાતા શબ્દો ગવેષણ, ગોષુ, ગવ્ય, ગમ્ય પણ જોવા મળે છે. પશુઓ માટે યુદ્ધ કરવું એ કાબિલાઇ જીવન જીવતા લોકો માટે સામાન્ય લાગે છે. પશુ સંપતિનું મુખ્ય અંગ હતા અને દક્ષિણાની ચીજો હતા. ઋગ્વેદમાં સ્વયં દેવતાઓને પણ ગાયોથી ઉત્પન્ન થયેલા કહ્યા છે. આ પ્રજા પાણીઓ નામની પ્રજાથી ડારતી હતી કારણ કે તેઓ પશુઓની ચોરી કરતાં એટલું જ નહીં પશુસંપતિથી સમૃદ્ધ પણ હતા. રયિ (સંપતિ) મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આઘાર રાખતી. ગાય સિવાય ઘેટાં બકરા અને ઘોડા પણ તેઓ રાખતા પશુચારણ સામૂહિક રીતે થતું.કૃષિ બહુ નગણ્ય જોવા મળે છે. ઋગ્વેદના 10462 શ્લોકમાથી માત્ર 24 માં જ કૃષિનો ઉલ્લેખ થયેલો છે. તેના મૂળ ભાગમાં તો માત્ર ત્રણ જ શબ્દો ઉર્વર, ધાન્ય અને વપન્તિ કૃષિનું મહત્વ દર્શાવે છે. ઋગ્વેદમાં એક જ અનાજ જવનો ઉલ્લેખ મળે છે. જે વિભિન્ન પ્રકારના અનાજોનું સામાન્ય નામ હોય તેમ લાગે છે. અથવા તો પછીની હતાસંહિતાઓની જેમ પ્રતિકાત્મક લાગે છે. આંતરજીખેડામાંથી જવ અને ચોખાના અવશેષ મળે છે. પરંતુ તે નિશ્ચિત નથી. ઋગ્વેદમાં ચોખાના ઉલ્લેખો મળતા નથી.

       ઋગ્વેદ કાલીન અર્થવ્યવસ્થાના પ્રાથમિક ચરણમાં કૃષિ ગૌણ હતી. વળી દેવતાઓની તુલનાએ દેવીઓને નગણ્ય સ્થાન આપવામાં આવ્યું છે. તેનાથી પણ કૃષિ નગણ્ય હતી તેમ જણાય છે. ઇન્દ્ર અને ઉષાનો દ્ર્ન્દ્ર એ આર્ય- અનાર્ય સંઘર્ષ દર્શાવે છે. અનાર્ય પ્રજાના સંપર્કને કારણે વૈદિક લોકો કૃષિથી પરિચિત થયા હોય તેમ લાગે છે અને એટલે જ ઋગ્વેદિક આર્ય તેને જીતાયેલો લોકોનો ધંધો કહે છે. સમાજમાં ઉત્પાદક અને ઉત્પાદનના નિયંત્રણકર્તા જેવા સામાજિક વર્ગો જોવા મળતા નથી. પુરુષ શુકતમાં ચતુર્વર્ણ વ્યવસ્થા વિભિન્ન રીતે દર્શાવાઈ છે જે તથાકથિત દૈનિક ઉત્પત્તિ ગણાવી શકાય. ઋગ્વેદમાં જન, વિશ, ગણ, વ્રાત, સાર્ધ જેવા ઉલ્લેખો છે. તે ભ્રાતૃભાવ પર આધારિત કાબિલા સંઘઠનો તરફ સંકેત કરે છે. જન અને વિશની તુલનામાં ગૃહ મહત્વપૂર્ણ ઉત્પાદન ઘાટક ગણાય નહીં.ઋગ્વેદિક પ્રજા પોતાના પશુઓ સાથે સાતતા સ્થળાંતર કરતી રહેતી. તેવા ઉલ્લેખો આ–શિવ, ઉપ–શિવ, નિ–શિવ, પ્ર–શિવ, પુનર–શિવના માધ્યમથી આપણે જાણી શકીએ છીયે. સમાજમાં સકારાત્મક દ્રષ્ટિકોણ દેખાય છે. રાજન પણ અન્ય લોકોની જેમ જ ઉલ્લેખિત થયા છે. એનો અર્થ એ નથી કે વેદકાલીન સમાજ સમાનતાના ધોરણો પર રચાયેલો વર્ગવિહીન સમાજ હતો. યુદ્ધમાં લૂંટનો મોટો ભાગ પ્રમુખ, મુખી અને પુરોહિતોને મળતો હતો તેવા અનેક ઉલ્લેખો ઋગ્વેદમાં નળે  છે.કબીલ્લા પ્રમુખને જનસ્ય ગોપ, ગણસ્ય રાજા, ગ્રામીણ, વિશામ્પતિ,ગણાનાગણપતિ જેવી ઉપાધિઓ મળેલ છે. જે તેમના હોદ્દાની વિશેષતા દર્શાવે છે. સામાન્ય લોકોના શ્રમ અને અધિશેષ ઉપર જીવતો વિશિષ્ટ વર્ગ બહુ મોટા પાયા પર દ્રષ્ટિગોચર થતો નથી. જે આપણે વૈદિકકાળના અંતિમ ભાગમાં એટલે કે ઇ.સ. પૂર્વે 1000નિ આસપાસ જોવા મળે છે. પુરુષસશુકતથી એ જાણી શકાય છે કે વર્ણઆધારિત રચાયેલ સમાજને સૈદ્ધાંતિક અને કર્મકાંડીય વિધિથી સમર્થન આપવામાં આવ્યું.  

      ઋગ્વેદીય સમાજમાં દાસ અને દસ્યુનો ઉલ્લેખ ઘણો જોવા મળે છે. તેમની સાથેના આર્યોના સંઘર્ષની વાત તેમાં આવે છે. કેટલાક વિદ્ધાનોના મત તે અનાર્ય મૂળ ભારતીય પ્રજા હશે. કેટલાકના મતે એ અનાર્ય હોવા ઉપરાંત આર્ય પ્રજાના જુદાજુદા જૂથો પણ હોઈ શકે. તેઓને અદેવયુ એટલે કે દેવતાઓમાં અશ્રદ્ધા રાખવાવાળા, અબ્રહ્મન એટલે કે વેદોને ઇન્કારવાવાળા, અયજવાન એટલે કે યજ્ઞનો નિષેધ કરવાવાળા કહ્યા છે. તેમજ અનાસ: એટલે કે ચપટા નાકવાળા, મુધ્રવાચ: એટલે કે કળવીવાણી ઉચ્ચારવાવાળા કહેવાય છે. દસ્યુઓને માટે વપરાયેલા શબ્દો આર્યોની તેમના પ્રત્યેની ધૃણા દર્શાવે છે અને દસ્યુ હત્યાના અનેક ઉલ્લેખો મળે છે. તેઓને અમાનુષ પણ કહ્યા છે. દાસ અને દસ્યુ સંભવત: ભારતની આદિમ અનાર્ય પ્રજા જ નહીં પરંતુ આર્યોમાની પણ પ્રજા હોઈ શકે છે.

       પશુપાલનની પ્રવૃતિ એ આર્યોની પિતૃસત્તાત્મક સમાજની પરિચાયક હતી. કૃષિપ્રધાન સમાજોમાં માતૃત્વનું મહત્વપૂર્ણ સ્થાન હોય છે. જ્યારે શક્તિ પર આધારિત જીવન જીવવાવાળા પશુચારણ સમાજોમાં પુરુષોનું સ્થાન વધારે મહત્વનુ હોય છે. ઋગ્વેદના અનેક ઉલ્લેખો તેના ધ્યોતક છે. એનો અર્થ એ નથી કે સ્ત્રીઓ આદરપાત્ર નહોતી. તાત્કાલિક અનેક પ્રસિદ્ધ સ્ત્રીઓનો ઉલ્લેખ ઋગ્વેદમાં મળે છે. તેમ છતાં પુત્રજન્મ એક વરદાન ગણાતું. કુળ શબ્દનો કોઈ ઉલ્લેખ નથી. તેને બદલે જન અને વિશ શબ્દો વારંવાર પ્રયોજાયો છે. જે એકપત્નીવાળા પિતૃસતાત્મક કુટુબને બદલે મોટા પરિવારની કલ્પના દર્શાવે છે. આર્યોની બોલીઓમાં માતા. પિતા, ભાઈ, બહેન, પુત્ર, અને પુત્રી મતે સ્વતંત્ર શબ્દ મળે છે. પરંતુ પિતરાઈ ભાઈ બહેન, પ્રપૌત્ર, દોહિત્ર, ભત્રીજા વગેરે બધા જ સામાજિક સંબંધિત નામો માટેનપ્તૃશબ્દ પ્રયોજાયો છે.પરિવારમાં ઘણી પેઢીઓ એક સાથે રહેતી. સંપતિનું સ્વરૂપ ચલ હતું. જમીન અને ઘર અચળ સંપતિનો અભાવ છે. એટલે કે જીવન અસ્થાયી હતું. ઘોડા અને અન્ય પશુઓના દાનના ઉલ્લેખો મળે છે. પરંતુ ભૂમિદાનના ઉલ્લેખો મળતા નથી. રાજાને પણ જમીનનો રક્ષક બતાવ્યો નથી. એનો અર્થ એ થાયો કે જમીન એ વ્યક્તિગત સંપતિ ન હોતા સંપૂર્ણ જૂથની માલિકી તેના પાર હોવી જોઈએ.

        ઉપર્યુક્ત સામાજિક વ્યવસ્થા જોતાં તેઓની રાજનૈતિક વ્યવસ્થા કુબ સરળ હશે તેમ લાગે છે. વારંવાર થતાં યુદ્ધે નેતૃત્વની આવશ્યકતા ઊભી કરી. પરંતુ ઋગ્વેદમાં જોવા મળતો શબ્દ રાજન કોઈ વિશિષ્ટ ભૌગોલિક ક્ષેત્ર પર સ્થાયી સ્વરૂપે શાસન કરતો રાજા માની શકાય નહિ. જનપદ, રાષ્ટ્ર, રાજય જેવા શબ્દોનો ઉલ્લેખ ઘણો ઓછો થયો છે. ટે પણ આ જ બાબત ઈગીત કરે છે. રાજન તેના કાબિલાથી ઓળખાતો હતો. એટલે વૈદિક રાજન કાબિલાઈ વડાથી વધારે કાઈ ન હતો. તેને જનસ્ય ગોપા અથવા ગોપતિ અથવા જનારાજન તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે કાબિલાની રક્ષા કરવી તેનું કર્તવ્ય હતું. વિશપતિ, વ્રાતપ:, ગણપતિ જેવા સંકેતો પણ રાજનને પૈતૃક શાસન ગણાવતા નથી. સભા, સમિતિ, ગણ અને વિદથ જેવી સંસ્થાઓ રાજનૈતિક સંસ્થાઓનો ઉલ્લેખ ગણી શકાય. સભાનું વર્ણન ઋગ્વેદના મૂળ ભાગમાં મળે છે. પરંતુ સમિતિ એ પછીથી પ્રયોજાયેલું હોય તેમ લાગે છે. તેમાં જુથની સામાજિક, આર્થિક અને ધાર્મિક બાબતોની પણ ચર્ચા થતી હશે.

        ઋગ્વેદકાલીન સમાજમાં દેવીઓનું સ્થાન નગણ્ય હોવું તે દર્શાવે છે કે પશુચારણ એ જ એમનો મુખ્ય ધંધો હતો. જેથી તેમનું સ્થળાંતર સાતત ચાલુ રહેતું અને એટલે જ તેઓ પ્રાકૃતિક શક્તિઓથી વધારે પ્રભાવિત રહેતા. ઋગ્વેદમાં જોવા મળતા તમામ દેવતા પ્રકૃતિ સાથે સંકળાયેલા છે અથવા તો પ્રાકૃતિક શક્તિના પ્રતિક છે. સૂર્ય, અગ્નિ, ધ્યોસ, મરુત, વાયુ, ઇન્દ્ર, વરુણ, મિત્ર, વિષ્ણુ, રુદ્ધ વગેરે વિશિષ્ટ દર્શાવે છે. ઋતનો ખ્યાલ પ્રાચીન ભાષાશાસ્ત્રીઓએ સૃષ્ટિની નિયમિતતા, ભૌતિક અને નૈતિક વ્યવસ્થા, અંતરિક્ષ અને નૈતિક વ્યવસ્થા જેવા સ્વરૂપોમાં સમજાવ્યો છે. પ્રાચ્ય વિધ્યાના આવા પ્રમુખ તજજ્ઞોમાં કીથ, મેકડોનેલ અને વિન્ટરનિટ્ઝનો સમાવેશ થાય છે. ઉત્તરવૈદિક સાહિત્યમાં આ ઋત ક્યાય જોવા મળતું નથી. આ ઋતના મૂળ અર્થને પામવા માટે અક્ષ (પાસા) ની સાથેનો તેનો સબંધ પણ સ્પષ્ટ કરવો જોઈએ. ઋગ્વેદમાં વરુણ ને ઋતસ્ય ગોપા કહે છે. એવું કહેવાયું છે કે પાસાની રમત રમીને ઋતની રક્ષા અને સ્થાપના થાય છે. આ પ્રતિકનું મધ્યમ એ દર્શાવે છે કે સંપતિના સામૂહિક અધિકાર દ્વારા ન્યાય અને ઋતની સ્થાપના થાય છે. ઋતની ઋગ્વેદની આ ધારણા તે સમયના પ્રિ-કલાસ (વર્ગીય પૂર્વ) સમાજ એટલે કે કબાયલી જીવનને અનુકૂળ હતી અને જ્યારે સમય જતાં સમાજ વર્ગોમાં અને વર્ણનમાં વિભાજિત થયો ત્યારે લોભ, લાલચ, સ્વાર્થ, ઈર્ષા અને લૂંટ ની ભાવના વધતી ચાલી ત્યારે ઋતનો હાસ થયો અને વરુણની મહત્તાનું પણ પતન  થયું. ઋગ્વેદમાં જોવા મળતા ભૂતપ્રેત, રાક્ષસો, અર્ધદેવતાઓ, અપ્સરાઓ, પિશાચોના જે ઉલ્લેખો છે તેનાથી પણ તેમના ધાર્મિક જીવનમાં પશુચારણ સમાજની છાપ દ્રષ્ટિગોચર થાય છે. કૃત્યા, નિઋઋતિ, યાતુધાન, સાસરપરી, જેવી અપકારી શક્તિઓનો ઉલ્લેખ પણ જોવા મળે છે. અંધવિશવાસ, જાદુટોણાં પણ જોવા મળે છે. અજ, શિગ્રુ, કશ્યપ, ગૌતમ, કૌશિક, માંડુંકય અને મત્સ્ય જેવી જાતીયો અને વ્યક્તિઓના નામો ગણચિન્હાત્મક શ્રદ્ધાનું પ્રચલન દર્શાવે છે. કુર્મ (કાચબો) ને પણ પ્રજાપતિની કલ્પના સાથે જોડ્યો છે. અથર્વવેદમાં તો આવા અનેક ઉલ્લેખો મળે છે.

       ઋગ્વેદના છેલ્લા મંડલમાંએકેશ્વરવાદ પણ જોવા મળે છે. જેમાં શરૂઆતમાં જુદાજુદા દેવતાઓને ક્રમશ: ઉચ્ચ સ્થાન પ્રદાન થતું રહ્યું અને પછી ઈન્દ્ર- મિત્ર, વરુણ- અગ્નિ જેવા જોડિયા દેવતાની પ્રથા ચાલી અને પછી મહદદેવાનામસુરત્વકમ અને એક સત વિપ્રા: વજૂષા વદન્તુ જે એકેસ્વરવાદીથી ઉત્પન્ન થયેલ પશુચારણ સમાજનો તનાવ દર્શાવે છે. ક્રમશ: સ્થાયી જીવન જીવતા આ ઘટકો વિલીન થતાં જાય છે અને એક રાષ્ટ્રની પરિકલ્પનામાં સમાતા જાય છે તે આના પરથી કહી શકાય.

     ઉત્તરવેદકાલીન ભારત (ઈ.સ. પૂર્વે 1000 થી ઈ.સ. પૂર્વે 500) :

        આ સમયનો ઇતિહાસ જાણવા માટે પુરાતત્વિય પ્રમાણ ઓછા જોવા મળે છે. આ સમયગાળા દરમિયાન ભારત એક સંક્રાંતિકાળમાથી પસાર થયું અને રાજનૈતિક, સામાજિક અને આર્થિક ક્ષેત્રોમાં એક નવી જ વ્યવસ્થા ઊભી થઈ જે થોડા ઘણા પરિવર્તનોની સાથે શતાબ્દીઓ સુધી ચાલી. આ કાળની મુખ્ય વિશેષતા એ કૃષિપ્રધાન અર્થવ્યવસ્થાની શરૂઆત, વર્ણવ્યવસ્થાનો આવિર્ભાવ અને સામ્રાજ્યનો ઉદય તેમજ પશુચારણ વ્યવસ્થાનો ક્રમશ: થતો લોપ હતી.

       વિજ્ઞાન અને ટેકનૉલોજીની દ્રષ્ટિએ પણ આ સમય ભારતીય ઈતિહાસમાં સીમાચિન્હરૂપ છે. ઉત્તર ભારતમાં લોખંડના યુગનો આરંભએ તેનું ધોતક છે. લોખંડને ઉત્તરવૈદિક સાહિત્યમાં કૃષ્ણઅયશ અથવા શ્યામઅયશ એટલે કે કાળી ધાતુ તરીકે ઓળખાવી છે. લોખંડનું અર્થવ્યવસ્થા અને સમાજવ્યવસ્થા પર ક્રાંતિકારી યોગદાન રહ્યું છે. જો કે શરૂઆતમાં તેનો ઉપયોગ યુદ્ધના શસ્ત્રો બનાવવા થતો. જે ક્રમશ: આર્થિક પરિવેશમાં બદલાતો ગયો. રોમિલા થાપર લોખંડનો ઉપયોગને ઈ.સ. પૂર્વે 800 નો માને છે. જે તેની ઉપયોગીતાનો સમય ગણાવે છે.

       અસ્થાયી ભટકતાં જીવનનો અંત દર્શાવતા મોટા ક્ષેત્રગત જનપદોનો જન્મ જોવા મળે છે.પૂરું અને ભરત જેવી ટોળીઓમાથી રુકુરુ વંશ અને કુર્વશ અને ક્રિવી વંશો મળીને પંચાલ જનપદો થયા. બ્રાહ્મણગ્રંથોમાં રુકુરુ- પંચાલ જેવા જોડકા જનપદોનો પણ ઉલ્લેખ જોવા મળે છે. લોખંડે આ પ્રક્રિયામાં મોટો ભાગ ભજવ્યો હશે. હસ્તિનાપુર, આલમગીરપુર, નોહ, આતરંજીખેડા, ગુલામ, સરાઈખેલા, ભગવાનપુરા, બટેસર જેવા સ્થાનોમાથી લોખંડના પુરાવા મળ્યા છે. તેમાના ઘણાખરા રુકુરુ- પંચાલ જનપદ પરદેશમાં આવેલા સ્થળો છે. આતરંજીખેડામાથી સૌથી વધારે માત્રામાં લોખંડના અસ્ત્ર, શસ્ત્રોના પુરાવા પ્રાપ્ત થયા છે. રુકુરુ પંચાલના અનેક રાજાઓએ કરેલા અસ્વમેઘયજ્ઞો લોખંડની શોધથી તેમની સૈન્ય શક્તિનો મહત્વપૂર્ણ વિકાસ બતાવે છે. હવે પૈતૃકરાજતંત્ર અને રાષ્ટ્રની પરિકલ્પનાનો આવિર્ભાવ થતો જોવા મળે છે. અથર્વવેદ પ્રમાણે રાષ્ટ્ર રાજાના હાથમાં હોય અને રાજા વરુત, બૃહસ્પતિ દેવ, ઇન્દ્ર અને અગ્નિ તેને શક્તિ અર્પે શતપથ બ્રાહ્મણ અને તૈતરીય હતાસહિતામાં કહેવાયું છે કે કર્મકાંડને પૂર્ણ રીતે સંપન્ન કરી રાજા રાષ્ટ્રને પ્રાપ્ત કરે છે. તેમજ રાજા રાષ્ટ્રભૃત એટલે કે સામ્રાજ્યનો પોષક છે. રાજત્વની દૈવી ઉત્પત્તિના સિદ્ધાંતની ચર્ચા ઉત્તર વૈદિક સાહિત્યમાં જોવા મળે છે. સમિતિ અને પરિષદ જેવા શબ્દોથી તેમની ટોળીઓની માહિતી મળે છે. રાજાની રાજા તરીકે ટોળીમાં જ એટલે કે સભામાં ઘોષણા કરવામાં આવતી. આ સભાની અનુમતિ વગર રાજા ભૂમીદાન આપી શકતો ન હતો . સ્થાયી સેનાની અવધારણા પણ અહી જોવા મળે છે.

     આર્થિક જીવનમાં કૃષિના અત્યધિક વિકાસથી ઉત્તરવૈદિકકાલીન સમાજમાં મહત્વપૂર્ણ પરીવર્તન આવ્યું. P.G.W.(ભૂખરા રંગના રંગીન વાસણો)અને N.B.P.W.(ઉત્તરના કાળા ચળકતા વાસણો) પુરાતત્વીય અવશેષો તરીકે ઉત્તરવૈદિકકાળમાં જોવા મળે છે. જે તેમના સ્થાયી જીવનની પુષ્ટિ કરે છે. એટલે કે ઉત્તરવૈદિકકાળમાં કૃષિ જ તેમનો મુખ્ય ધંધો બને છે. શતપથબ્રાહમનમાં કૃષિની સાથે સંકળાયેલ કર્મકાંડો પણ દર્શાવાયા છે. હળ એટલા વિશાળ દર્શાવાયા છે કે તેમાં એક સાથે 4 થી લઈને 24 જેટલા બળદો જોડી શકાતા હતા. વૈદિક સાહિત્યની અપેક્ષા એ ઉત્તરવૈદિક સાહિત્યમાં અનાજની સંખ્યા વધતી ગઈ છે. આતરંજીખેડામાં ઘઉં અને ચોખાના પ્રમાણ મળે છે. હસ્તિનાપુરથી ચોખા અને જંગલી શેરડીના આવશેષ મળે છે. ઓર્ગેનિક ખેતી થતી હતી. તેઓને ઋતુઓનું જ્ઞાન હતું. જે તેમના કૃષિ વિકાસનું ધ્યોતક છે. ખેડૂતો પોતાની આવશ્યકતા કરતાં વધુ અનાજનું ઉત્પાદન કરતાં હતા.

      કૃષિ સિવાય અનેક શિલ્પોનો ઉદય પણ ઉત્તરવૈદિકકાલીન અર્થવ્યવસ્થાની વિશિષ્ટ્તા ગણાવી શકાય છે. પરુષમેઘના તેના અનેક ઉલ્લેખો છે. સુથાર, રથકાર, ચર્મકાર, ધાતુના શોધક, સ્વર્ણકાર, કુંભાર, વેપારી જેવા વર્ણનો શિલ્પ સ્થાપત્યમાં અને ગૃહઉપયોગી કુશળ કારીગર વર્ગોની હાજરી બતાવે છે. બ્રાહ્મણ ગ્રંથોમાં શ્રેષ્ઠીનો પણ ઉલ્લેખ છે. રાજસુય યજ્ઞ કરતી વખતે રાજા રત્નહવિષી સંસ્કારના અનુષ્ઠાન પ્રસંગે 12 રત્નોનાં ઘરે જતો હતો. જેમાં તક્ષણ,રથકારનો ઉલ્લેખ થયો છે.

       ઉત્તરવૈદિકકાલીન સમાજ વર્ણવ્યવસ્થા પર આધારિત હતો જેમાં બ્રાહ્મણ અને ક્ષત્રિયો અનુત્પાદક હોવા છતાં વિશિષ્ટ અધિકારો ભોગવતા હતા. કારણ કે તેઓ ઉત્પાદનના અંકુશકર્તા હતા. વૈશ્ય અને શુદ્ધ નિમ્ન વર્ગના ગણાતા અને ઉત્પાદન કાર્યમાં રત રહેતા. બ્રાહ્મણ અને ક્ષત્રિય વચ્ચે તનાવ પણ જોવા મળે તો અને વૈશ્ય અને શુદ્ધ તેમજ ઉચ્ચ બંને વર્ગો વચ્ચે પણ આવો તનાવ જોવા મળતો. આ સંઘર્ષ Surplus Production પર અધિકાર સ્થાપવા માટે હતો. રાજસુય યજ્ઞમાં સિહાસન આરોહણના સમયે પુરોહિતો દ્વારા રાજાને પરમશ્રેષ્ટ બ્રાહ્મણ તરીકે ઘીષિત કરવામાં આવતો. તે દર્શાવે છે કે ક્ષત્રિયોની સામે બ્રાહ્મણોને ઝૂકવું પડયુ હશે. બ્રહ્માણોએ આદર સૂચક પ્રથમ વર્ણનું સ્થાન સ્વીકાર્યું હશે. પછીથી તો ક્ષત્રિયોએ ધર્મક્ષેત્રે પણ તંદુરસ્ત હરીફાઈ કરી હતી.નાણાની ચલણનો અહી અભાવ દેખાય છે. રાજાને ભાગ, બલિ અને શુલ્ક જેવા કરો આપવામાં આવતા. જે લગભગ ચીજવસ્તુઓના સ્વરૂપમાં હતા. નિષ્કર્ષરૂપે કહી શકાય કે મુખ્ય અન્ન ઉત્પાદક વૈશ્યો ઉપર કરભારણ ઘણું વધારે હશે. ઐતરેય બ્રાહ્મણમા રાજાને વિષમત્તા એટલે કે ઉત્પાદક વર્ગોનો ભક્ષક કહ્યો છે. ખેડૂતોની પરિસ્થિતી ખૂબ સારી ન હતી. નિયમિત અને પૂર્વનિશ્ચિત કરમાળખાના અભાવમાં સ્થાયી કેન્દ્રિય સેનાનો વિકાસ થયો ન હતો. એટલે કે વિશનો સબંધ સેના સાથે પણ સાંકળી શકાય. કરભારણને કારણે દક્ષિણ પંચાલના કૃષકો ઉત્તર તરફ ગયા હતા જેવા ઉલ્લેખો ખેડૂતોને પડતી મુશ્કેલી દર્શાવે છે. શુદ્ધોની હાલત અત્યંત દાયનીય હતી. ઉચ્ચ ત્રણેય વર્ણોની સેવા કરવી એ તેઓનું કર્તવ્ય હતું અને તેઓ તેને આતંકિત પણ કરતાં.  

      કુળનો ઉલ્લેખ અવારનવાર મળે છે અને બહુપત્નીત્વ પણ જોવા મળે છે. ઋગ્વેદીકકાલની સ્ત્રી કરતાં ઉત્તરવૈદિક કાળમાં સ્ત્રીના સામાજિક સ્થાનમાં પરીવર્તન આવ્યું. સ્ત્રીનો સામાજિક મોભો ઘટ્યો. મૈત્રેયી હતાસંહિતામાં તેને જુગાર અને દારૂની સાથે સાંકળીને ત્રણ મુખ્ય અપલક્ષણોમાં ગણાવી છે. એતરેય બ્રાહ્મણમાં પુત્રી બધા જ દુ:ખોનો સ્ત્રોત છે અને પુત્ર પરિવારનો રક્ષક છે તેવા ઉલ્લેખો સ્ત્રીના સ્થાનમાં આવેલ પરીવર્તન સૂચવે છે. બુહદઆરણ્યક ઉપનિષદમાં ગાર્ગીનું અપમાન પણ દર્શાવાય છે.

     ઉ ત્તરવૈદિકકાલીન સમાજમાં ધાર્મિક શ્રદ્ધા તત્કાલીન ભૌતિક પરિસ્તિતિઓથી પ્રભાવિત હતી. યજ્ઞ, અનુષ્ઠાન અને કર્મકાંડ ધાર્મિક વ્યવસ્થામાં મત્વપૂર્ણ થતાં જતાં હતા.તો સામે તેની વિરુદ્ધ ઉપનિષદોએ એક અલગ જ ભૂમિકા ઊભી કરી. આ યુગમાં મહત્વપૂર્ણ યજ્ઞોમાં અસ્વમેઘ, વાજપેય અને રાજસુય યજ્ઞનું અધ્યયન દર્શાવે છે કે તેનો મૂળભૂત ઉદ્દેશ કૃષિ ઉત્પાદન વધારવાનો હતો. વાજપેયી યજ્ઞ ખાનપાન સાથે જ સબંધિત હતો. તેમજ અસ્વમેઘ અને રાજસુય યજ્ઞો પણ રાજનૈતિક શક્તિના દ્યોતક હતા. જેમના મૂળ ઉદ્દેશ કૃષિ ઉત્પાદનની વૃદ્ધિ કરવાનો હતો.મોટાભાગના યજ્ઞોમાં સંભોગક્રિયાનું મહત્વપૂર્ણ સ્થાન હતું. જે જમીનની ફળદ્રુપતા અને પ્રજાનનશક્તિનું પ્રતિક ગણાવી શકાય. રાજસુયયજ્ઞમાં આખા વર્ષ દરમિયાન ચાલતા અનુષ્ઠાનોનો અંત આવી રીતે થતો. જેનું પ્રમુખપદ ઇંદ્ર્શુનાસોય એટલે કે હળયુક્ત ઇન્દ્ર કરતાં હતા. તેમાં પ્રજનનશક્તિને પુન: જાગૃત કરે છે તેવો અર્થ સમાવિષ્ટ છે. રાજસુયયજ્ઞ રાજાના સિંહાસન આરોહણ સાથે સબંધ ધરાવે છે જે માત્ર એક જ વાર થવો જોઇયે, પરંતુ અહી તે વર્ષોવર્ષ ચાલતો રહે છે. વર્ણવિભાજિત સમાજવ્યવસ્થામાં આવા રહસ્યમય કર્મકાંડે વર્ણાશ્રમ સમાજ પૂર્વેના સમાજમાં પ્રચલિત જાદુઇ કર્મકાંડનું જેને આધ્યજાદુ કહેવાય છે તેનું સ્થાન ગ્રહણ કર્યું. ક્ષત્રીયોએ આ કર્મકાંડી વ્યવસ્થાને ટેકો આપવાનું મુખ્ય કારણ આર્ય સંસ્કૃતિની સરહદ પર રહેવાવાળા અનાર્યોમાં પોતાના પ્રભુત્વને સ્થાપિત કરવાનું હતું. અથર્વવેદમાં આવા અનેક ઉલ્લેખો મળે છે. રાજસુયયજ્ઞ વખતે રાજા લગભગ 12 જેટલા રત્નોના ઘરે મુલાકાતે જતાં હતા. જેમાં ચાર સ્ત્રીઓ હતી. તે સ્પષ્ટ સંકેત કરે છે કે અનાર્ય પ્રજાના માતૃસત્તાત્મક રિવાજોને આર્યસંસ્કૃતિમાં પૂરતું માન આપવામાં આવતું હતું.

        ઉત્તરવેદિકકાલીન ધાર્મિક જીવનની બીજી ધારા ઉપનિષદના અદ્ધૈતવાદમાં જોવા મળે છે. જે બ્રાહ્મણોના કર્મકાંડ પર કુઠારાઘાત હતો. ઋગ્વેદમાં બ્રહ્મદ્રૈષ એટલે કે વેદોથી ધૃણા રાખવાવાળા પુરોહિતનું વર્ણન મળે છે. ઉપનિષદના વિચારકોએ યજ્ઞ અને અનુષ્ઠાનોને અત્યંત નિર્બળ સાધન બતાવ્યુ જે ઈશ્વરપ્રાપ્તિ માટે યોગ્ય ન હોતું. તેમણે જ્ઞાન માર્ગને પ્રતિપાદિત કર્યો જે બ્રહ્મ અને આત્મા માટે અદ્વૈતનું સૂચન કરે છે. જેની માન્યતાઓનું ખંડન થવા લાગ્યું. ઋતના ખ્યાલનો ક્રમશ: લોપ થયો. કાબિલાઇ એકતાના વિઘટનથી એક આદ્યાત્મિક અરજકતાનો જન્મ થયો. તેને કેવી રીતે જીતી શકાય અને અંગત સ્વાર્થને અતિક્રમીને કેવી રીતે સામંજસ્ય સ્થાપિત કરી શકાય તે વિષે ઉપનિષદના ચિંતકોએ ખૂબ ચર્ચા કરી છે. જ્યાં સુધી મનુષ્યના જીવનમાં આતરિક અને બ્રાહય સામંજસ્ય ન હોય ત્યાં સુધી સુખ પ્રાપ્ત થતું નથી.

        પુરાતત્વિય અવશેષો પણ તેમના ધર્મ વિષે ઘણી બધી માહિતી આપે છે. મૂર્તિપૂજાના અવશેષો પ્રાપ્ત થતાં નથી. કર્મકાંડીય વ્યવસ્થાના પુરાવા પ્રાપ્ત થાય છે.

    વૈદિક અને ઉત્તરવૈદિકકાલીન ભારતના ઇતિહાસની કેટકીક મહત્વપૂર્ણ બાબતો :-  

          ઇ.પૂ.1000થી લોખંડનો ઉપયોગ-બેનરજીના મતે:- ઋગ્વેદ-1500-1000 કુલ 1028 શ્લોક ઉત્તરવૈદિકમાં અન્ય ત્રણ વેદો સાથે બ્રાહ્મણો અને આરણ્યકોનો સમાવેશ થાય છે. ઋગ્વેદ સાથે ઐતરીય , યજુર્વેદ સાથે શતપથ બ્રાહ્મણ અને સામવેદ સાથે જૈમિનિયન બ્રાહ્મણ ગ્રંથો જોડાયલા છે.

      પ્રારંભિક વૈદિક સમયમાં પશુપાલન. ઉત્તરવૈદિકમાં-ખેતીવાડી. ધનાઢ્ય માટે ગોમાત શબ્દ, ગવિષ્ઠિ –યુધ્ધ માટે, ગોપતિ–રાજા માટે, દોહિત્રી-પુત્રી માટે, ગોત્ર-ગાયો રાખવાનું સ્થળ, બાલી-કર માટે, યવ-ધાન્ય માટે-જાવ, જમીનમાં માલિકીપણાનો અભાવ, લાંઘલા(લાંગલા) હળ માટે, ગોધૂમાં-ઘઉં માટે, કુલાલા-કુભાર માટે, ધમાત્ર લોખંડ ગાળનાર માટે , કર્મરા લુહાર અને સુથાર માટે, વિષમત્તા એ ક્ષેત્ર માટે, નિષ્ક , શતમાન અને ક્રિષ્નાર એ સિક્કા માટે, નગર એ રાજકીય એકમ દ્ર્શાવવા માટે,નપ્તૃ એ પિતરાઇ અને અન્ય સંબંધીઓ માટે વપરાતા શબ્દો છે.

      નોહમાં ઇ.પૂ. 900ની લોખંડની કુહાડી મળી છે. શતપણ બ્રાહ્મણમાં સામાની લોકો (વિશ) નાં અધિકારો વિષે લખાયેલ છે. દશરાજ યુધ્ધ એ રાવી નદીના કિનારે લડાયું હતું. વૈદિકયુગમાં ગાર્ગી , મૈત્રેયી, અપાલા, ઘોષા અને લોપામુદ્રા જેવી તત્વ તત્વચીતનના ક્ષેત્રે નામના મેળવનાર મહાન સ્ત્રીઓ હતી.

         પૂર્વ વૈદિકકાળમાં વરસાદ, યુધ્ધ અને સોમરસ સાથે સંકળાયેલ તેમજ દુષ્કાળોને હણનાર ઇન્દ્ર સૌથી મહત્વપૂર્ણ દેવતા હતા. તો અગ્નિ એ ઇશ્ર્વર અને માનુષી વચ્ચેની કડીરૂપ દેવતા હતા. એક પ્રકારના છોડનો રસ જેને સોમરસ કહેતા તેનું પેય પ્રચલિત હતું. વરુણ ઋતુઓ સાથે સંકળાયેલ દેવતા હતા. ઉષા એ સવારની દેવી હતા. પૂર્વ વૈદિકકાળમાં વિષ્ણુ અને શિવાની ગેરહાજરી દેખાય છે. ઉત્તર વૈદિક સમયમાં ધાર્મિક વિધિઓ વધુ વિસ્તૃત બની. પુરોહિતો રાષ્ટ્રગોપા તરીકે ઓળખાતા. અગ્નિહોત્રા એ દરરોજ થતાં યજ્ઞની વિધિ છે. સૂત્ર સાહિત્યમાં યજ્ઞ વિષેની જાણકારી કલ્પસૂત્ર દ્વારા અને ગૃહસ્થી અંગેની જાણકારી ગુહયસૂત્ર દ્વારા તથા ધર્મની જાણકારી ધર્મસૂત્ર દ્વારા મળે છે. શિક્ષા, કલ્પ, નિરુકત, વ્યાકરણ, છંદ, અને જ્યોતિષ એ છ વેદાંગ અધ્યયનના વિષયો હતા. વૈદિક સમયમાં મહાન માણસો માટે નારા- શન્સી નામનો શબ્દ મળેલ છે. કયાત્રી એ મહેલના રક્ષક માટે, ઉકતા એ બધાજ સરકારી કર્મચારીઓ માટે, સંગ્રહિતતા એ કોશાધ્યક્ષ માટે, ભાગદુતા રાજ્યના કર ઉઘરાવવામાટે, આવાક્ષક જુગાર ઉપર દેખરેખ રાખનાર અધિકારી માટે, ગોણીકર્તા શિકારનું વ્યવસ્થાપન કરતાં અધિકારી માટે, પાગલદુત માટે, તક્ષન રાજ્યના લુહાર માટે, સ્થપતિ ન્યાયાધીશ અથવા પ્રાંત પતિ માટે, ચામુપતિ મુખ્ય સેનાપતિ માટે, કાર્યાણીરવન્તાક્રિતા મુખ્ય કલેક્ટર માટે વપરાતા શબ્દો છે.

     પાણીનીનાં અષ્ટાધ્યાયી ગ્રથમાં ભારતની સરહદો કચ્છ, અવન્તિ અને કલીંગ સુધી દર્શાવામાં આવે છે.      

વૈદિક અને વૈદિકકાલીન ભારતના ઇતિહાસના કેટલાક મહત્વપૂર્ણ સંદર્ભો :-

       ઇ.સ.ની 10મી સદી સુધી લખાયેલા વૈદિક સાહિત્ય એ સૌથી જૂનો સંદર્ભ ગણી શકાય. ઋગ્વેદ ઇ.સ.પૂર્વે 1200 સુધીમાં પંજાબમાં લખાયે હશે એમ મનાય છે. ઉત્તરવૈદિક સાહિત્ય રુકુરુ, પાંચાલ ઉત્તરપ્રદેશમાં લખાયું. ઋગ્વેદમાં મંત્ર, યજુર્વેદમાં યજ્ઞ , સામવેદમાં સંગીત અને અથર્વવેદમાં દવાઓ, સામાની લોકો અને તંત્ર વિધ્યા વિષે તેમજ આર્ય અને અનાર્ય સંસકુટીના સમન્વય વિષે ચર્ચા કરવામાં આવી છે. ઇ.સ.પૂર્વે 500 થી ઇ.સ.પૂર્વે 200 દરમિયાન લખાયેલ આપસ્તંભ અને બૌધાયન સૌથી જૂના ધર્મસૂત્રો છે. ઇ.સ.પૂર્વે200થી ઇ.સ.પૂર્વે100 દરમિયાન રચાયેલ મનુસ્મૃતિ, ઇ.સ200થી ઇ.સ.400 દરમિયાન રચાયેલ યાજ્ઞવલ્કયસ્મૃતિ અને 11મી સદીમાં વિજ્ઞાનેશ્ર્વરે લખેલ મિતાક્ષરા સ્મૃતિ એ હિન્દુ કાયદાઓનો પાયો ગણી શકાય. આ સિવાય નારદ સ્મૃતિ, બૃહસ્પતિ સ્મૃતિ અને કાત્યાયન સ્મૃતિ પણ મહત્વપૂર્ણ છે. નારદ સ્મૃતિમાં આવતો શબ્દ દીનાર એ રોમ સાથે ભારતના વ્યાપારિક સબંધોનું સૂચન કરે છે. રાજકીય માહિતીના મહત્વપૂર્ણ સ્રોત તરીકે મહાભારતના સભાપર્વ, શાંતિપર્વ, અનુશાસનપર્વ, અને કૌટિલયનું અર્થશાસ્ત્ર ખૂબ અગત્યના ગણાવી શકાય. અર્થશાસ્ત્રમાં મહામંત્રા, રજ્જુકા, પ્રદેશિકા અને પ્રતિદેવાક જેવા આશોકકાલીન અધિકારીઓનાં ઉલ્લેખ જોવા મળતો નથી. તેમજ અશોકના રાજકીય એકમ આહારનો ઉલ્લેખ પણ મળતો નથી. તેમાં વપરાયલા શબ્દ પારિહાર (જે મહેસૂલ ભરવામાથી મુક્ત હોય તેવા લોકો) જોવા મળે છે. જે ઇ.સ.ની પ્રથમ સદીનો છે. એટલે એ સ્પષ્ટ થાય છેકે અર્થશાસ્ત્ર વિભિન્ન સમયે લખાયેલો ગ્રંથ છે. જે શાક અને સાતવાહન શાસકોના શિલાલેખોમાં જોવા મળે છે. તેમાં પરિહાર શબ્દનો ઉલ્લેખ થયો છે. કામાંદકનું નીતિસાર (આઠમી સદી) અર્થશાસ્ત્ર પર લખાયેલ ટીકા છે. ઇ.સ.પૂર્વે 3જી સદીના બૌદ્ધગ્રંથ અંબાથાંસૂક્તમાં પૃથ્વીની ઉત્પતિની વાત કરવામાં આવી છે અને મહાવસ્તુમાં મહેસૂલના સંદર્ભ મળે છે. ઉત્તરાધ્યયનસૂત્ર એ જૈન સાહિત્યનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે. સોમદેવસુરી રચિત નીતિવાક્યામૃત એ મહાન જૈન દસ્તાવેજ ગણાવી શકાય છે. પાણીનીનું અષ્ટાધ્યાયી જેમાં પ્રજાસત્તાક રાજ્યની વાત છે. તે અને મૌર્યકાળ બાદની રાજકીય પરિસ્થિતી માટે પતંજલિનું મહાભાષ્ય મહત્વપૂર્ણગ્રંથો ગણી શકાય. ગુપ્તકાળના ઇતિહાસ માટે વરાહમિહિરનું બૃહદહતાસહિતા અગત્યનું માની શકાય. સર્વપ્રથમ સાતવાહન રાજાઓએ દાન અંગેના શિલાલેખો લખાવવા શરૂ કર્યા. માલવ અને વિધ્યા એ જનજાતિય સિક્કા દર્શાવે છે. મહાભારતનો વૃતાંત ગુપ્ત કાલીન ઈતિહાસ જાણવાનો અગત્યનું શાધન છે.

       ભારતમાં રાજી, કુટુંબ અને જાતિની ઉત્પત્તિનો સિદ્ધાંત અને તેની સંસ્થાઓ :

     (1) રાજ્યનો સપ્તાંગસિદ્ધાંત: ભારતમાં સૌ પ્રથમ અર્થશાસ્ત્રમાં રાજ્યની પરિભાષા કરવામાં આવી છે. તેણે રાજાને સાત ભાગમાં વહેચેલું છે. જેમાં (1) સ્વામી (2) અમાત્ય (3) જનપદ (4) દુર્ગ (5) કોષ (6) દંડ અને (7) મિત્ર નો સમાવેશ થાય છે.

      તેમાના અમાત્ય અને દુર્ગની વ્યવસ્થિત વ્યાખ્યા કરવામાં આવી નથી. વિષ્ણુપુરાણ (પાંચમી સદી) માં પણ આવી વ્યાખ્યા કરાયેલ છે જે અપૂર્ણ છે. શાંતિપર્વ (મહાભારત)માં આઠ અંગોની વાત કરાયેલ છે.

(1)  સ્વામી: પ્રધાન અથવા અધિપતિ જે રાજા માટે વપરાતો શબ્દ છે. કારણ કે, અર્થશાસ્ત્રમાં વૈરાજ્ય (રાજા વિનાનું રાજ્ય) ની વાત કરવામાં આવી છે. સ્વામી શબ્દનો ઉપયોગ સૌપ્રથમ શકોના શિલાલેખમાં જોવા મળે છે. રાજા શબ્દનો ઉપયોગ અર્થશાસ્ત્રમાં થયેલ નથી . કૌટિલ્ય મુજબ તે સંપૂર્ણ સાર્વભૌમત્વ ધરાવતો હતો. ઉચ્ચકક્ષાની વ્યક્તિ જે પ્રજ્ઞા, ઉત્સાહ, વૈયક્તિક ગુણો અને ઉચ્ચ જાતિ (અભિજાત વર્ગ)ધરાવતી હોય તે જ સ્વામી બનવા લાયક છે.

(2) અમાત્ય: તે મંત્રીથી અલગ વ્યાખ્યાયિત થયેલ છે, મંત્રી નથી. પ્રધાન પુરોહિત, મંત્રી, સમાહર્તા , કોશપાલ વગેરે અમાત્યથી ઓળખાતા તેવું કૌટિલ્ય જણાવે છે. તેમાં આત: પુરની દુર્ગની રક્ષા કરનારા હતા. અમાત્યો દેશ, કુળ અને કાર્યો માટે મહત્વના છે. પાલીમાં તે માટેઅમાચ્ચાશબ્દ છે.

(3)  જનપદ: જ્યાં જનજાતિઓ રહેતી હોય તે સ્થળ. અર્થશાસ્ત્ર મુજબ જનપદમાં લોકો અને જમીન બંનેનો સમાવેશ થાય છે. સ્થાનીયએ જનપદનો મોટામાં મોટા એકમ છે. જેમાં 800 ગામનો સમાવેશ થઈ જતો હોય.

(4)  દુર્ગ : મનુનાં મતે પૂર’, દુર્ગવિધાન- દુર્ગ બાંધવા, દુર્ગનિવેશ- નકશા- પ્લાન – દુર્ગના

(5)  કોષ: ખજાનો- કૌટિલ્ય મુજબ રાજા પાસે ખૂબ દ્રવ્ય હોવું જોઇયે અને તેણે તેનો ઉપયોગ યથોચિત કરવો જોઇયે.

(6)   દંડ: કૌટિલ્યના મત મુજબ સૈન્યસૈનિકો ચાર પ્રકારના હતા. 1.પદૈલા, 2.રથરોહી,3. હસ્તિસૈનિકા,  4.અસ્વસૈનિકા. શાંતિપર્વના દંડ વિશેના ઉલ્લેખોમાં નૈસેના પણ છે, કૌટિલ્યના મતે ક્ષત્રિયો સૈન્ય માટે શ્રેષ્ઠ છે અને ચારેય વર્ણનાં લોકો સૈન્ય માટે લાયક છે. જ્યારે મનુનાં માતાનુંસાર ઉપરના ત્રણ વર્ણો જ સૈન્ય માટે લાયક ગણાય.

(7)   મિત્ર: મિત્ર લોભી કે દુષ્ટ ન હોવો જોઇએ. મિત્ર કાયમી અને પેઢીઓ સુધી ચાલે તેવા. કૌટિલ્ય એ સાપ્તાંગસિદ્ધાંતમાં પુરોહિતને સ્થાન આપ્યું નથી.

  રાજ્યની ઉત્પતિ, કુટુંબ અને જાતિની ઉત્પત્તિના સિદ્ધાંત :  

    બૌદ્ધ સ્ત્રોતો પ્રમાણે રાજ્યની ઉત્પતિ એ અંગત માલીકીને કારણે થઈ. વાયુપુરાણ પ્રમાણે બ્રહ્માએ જાતિવ્યવસ્થાની શરૂઆત કરી. આધુનિક મંતવ્ય પ્રમાણે અંદરોઅંદરના ગૃહકાલેશને કારણે રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. રાજા વિનાના રાજ્યમાં કુટુંબ શાંતિપૂર્વક રહી શકતું નથી તેમ શાંતિપર્વ, અયોધ્યાકાંડ અને વિષ્ણુધર્મપુરાણ માં ઉલ્લેખ જોવા મળે છે. વિષ્ણુપુરાણમાં પૃથુરાજાની કથા મળે છે.

    રાજ્યની ફરજો:

(1)  દંડ અને સજા (ચોરોને) :રાજા ને મિલકત બંને એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા રાજયનું કર્તવ્ય સંપતિનું રક્ષણ કરવાનું.

(2)  કુટુંબનું રક્ષણ: મનુમૃતિમાં 18 અને કાત્યાયનસ્મૃતિમાં 10 પ્રકારના ગુન્હા વર્ણિત છે. શાંતિપર્વ અનુસાર ધર્મ એ રાજા પર આધારિત છે.

રાજ્યની ઉત્પાતિના સિદ્ધાંતો નીચેના ગ્રંથોમાં વર્ણિત છે ;

         1 બ્રાહ્મણ, 2 દિધનિકાય, 3 અર્થશાસ્ત્ર, 4 મહાવસ્તુ, 5 શાંતિપર્વ.

-     ઐતરીય બ્રાહ્મણ પ્રમાણે સૌપ્રથમ રાજ્યની સ્થાપના ઈન્દ્રેકરી.

-     રાજ્યની ઉત્પત્તિની સૌપ્રથમ સ્પષ્ટ વ્યાખ્યા દિધનિકાયમાં કરવામાં આવી છે.

દિધનિકાય:સામાજિક કરારની સૌપ્રથમ સ્પષ્ટ વાત કરવામાં આવી. દિધનિકાયમાં એકજ પ્રકારના દંડની વાત થઈ છે-જે હતો, ‘દેશનિકાલની(બુદ્ધની અહિંસાવાદી ફિલસૂફીનો પ્રભાવ). જમીનની માલીકીની વાત સૌપ્રથમદિધનિકાયમાં કરવામાં આવી છે. દિધનિકાય પ્રમાણે રાજાને મહાસામત ઊચી જાતિને ગ્રાંટ આપવાની વાત કરી છે.મૂર્ધનાભીષિકઅનેજનપદસ્થાન વીર્ય પ્રાપ્તએ રાજા માટે વપરાયેલ શબ્દ છે.દિધનિકાય રાજત્વ વિષે સ્પષ્ટ વાત કરે છે.દીધાનિકાયમાં રાજભોગશબ્દ રાજાને ભોગ માટે અપાયેલ જમીન દર્શાવેલ છે.

બ્રાહ્મણસ્ત્રોત :ધર્મસૂત્ર પ્રમાણે 6% કાર આપવો જોઇયે. અર્થશાસ્ત્રમાં (Full Develop Economy)સંપૂર્ણ આર્થિક વ્યવસ્થા જોવા મળે છે. સોના પર 1%, ધાન પર 6%, વેચાણની વસ્તુ પર 10%, જંગલની પેદાશ પર 6% (અર્થશાસ્ત્ર મુજબ). અર્થશાસ્ત્રમાં લોકોની ફરજની વ્યાખ્યા કરવામાં આવી છે. શાંતિપર્વ પ્રમાણે સ્વરાજ એ વૈદિક છે. શાંતિપર્વમાં સામંતશાહી વ્યવસ્થાની વાત જોવા મળે છે.

  વિદથ: આર્યોની સૌથી જૂની સંસ્થા, ઋગ્વેદમાં આ સંસ્થા 122 વખત, સભા 8 વખત અને સમિતિ 9 વખત જોવા મળે છે. વિદાય એટલે જ્ઞાન–સત્વ–સભા. વિદથમાં સ્ત્રી–પુરુષ સમાન હતા.આઇરોકવાઈ’- વિદથ જેવી પ્રાચીન ગ્રીસની સભા.તૈતરિય બ્રાહ્મણગ્રંથમાં રાજાના 12 રત્નોની વાત વર્ણવેલ છે.(12રત્ન) તેમાં1/4ભાગની સ્ત્રીઓ હતી મહિષી, વાવાતા, પરિવ્રીકતી. ઇન્દ્ર એ વિદથનો સ્વામી, પુશન એ વિદથનો બહાદુર માણસ અને અગ્નિએ મુખ્ય પુરોહિત હતા. તિલકનાં મતાનુસારક્ષત્રયજ્ઞએ સૌથી જૂનો યજ્ઞ છે. વતકથામાંસહકારી ભાવનાએ કામ કરવાનો સિદ્ધાંત હતો.

       સભા: ગણ પત સભા અને સમિતિ સાથે હતી. ઋગ્વેદમાં સભાનો ઉલ્લેખ 8 વખત થાય છે. તેમાં બધાજ લોકો ભેગા થતાં. સભા એ સમિતિ કરતાં જૂની સંસ્થા છે. કારણ કે તેમાં સ્ત્રીઓ ભાગ લેતી હતી. ગાયો વિષે વાતો કરતાં. ઇન્દ્ર્ને પ્રાર્થના કરતાં. સભાના કાર્યો રાજકીય, વહીવટી અને ન્યાયિક હતા. મૈત્રેયી હતાસંહિતામાં એક શબ્દગ્રામવાદીનછે જેનો અર્થ ગામનોન્યાયાધીકારીથાય છે.

       સભા માટે બુદ્ધિસ્ટ લોકો નિકાય શબ્દ પ્રયોજતાં. સભામાં રાજા પણ ભાગ લેતો પરંતુ સભા રાજાની ચૂંટણી કરતી ન હતી. સભાના નિર્ણય રાજાને માન્ય હતા.સાયણે આપેલ નરિશ્તાશબ્દનો અર્થલોકેચ્છા’- સભા માટે પ્રયોજાયો છે.

         સમિતિ :સમિતિ ઋગ્વેદના દશમાં મંડલમાં જોવામલે છે. એથી એમ કહી શકાય કે તેનો ઉદગમ ઉત્તરવૈદિકમાં થયો હશે. તેમાં સ્ત્રીઓને સ્થાન ન હતું. સમિતિ પરીક્ષા લેનાર સંસ્થા પણ હતી. તે ધાર્મિક સંસ્થા તરીકે પણ કારી કરતી. તેમાં યુદ્ધ વિષે ચર્ચા પણ થતી. સમિતિ રાજાની ચૂટણી કરતી હતી. સમિતિ રાજત્વ સાથે સંકળાયેલી હતી, તેના વિના રાજાત્વ શક્ય ન હતું. સમિતિની આવકમાં પણ સ્રોત હતા. પરંતુ ઉત્તરવૈદિકકાળમાં તેનું મહત્વ ક્રમશ: ઘટવા લાગ્યું. સભા અને સમિતિમાં તફાવત એ હતો કે સભામાં ન્યાય થતો જ્યારે સમિતિમાં નહીં. જ્યારે સમિતિમાં યુદ્ધવિષે ચર્ચા થતી જે સભામાં ન થતું. સમિતિમાં આખો સમુદાય ભેગો થતો જ્યારે સભામાં માત્ર વડીલો જ બેસતા.

    પૂર્વમૌર્ય કાળમાં ઉત્તરભારતનું કરાધાન અને રાજ્યબંધારણ :જેમજેમ રાજ્ય  વિષે વ્યવસ્થિત ખ્યાલ બંધાતો ગયો તેમ વ્યવસ્થાતંત્ર બંધાતુ ગયું. શરૂઆતમાં લૂંટ અને પશુપાલન મુખ્ય પ્રવૃત્તિ હતા, જ્યારે જમીનનું મહત્વ નગણ્ય હતું. કૌટિલ્યના માતાનુંસાર કોષની અગત્યતા સૌથી વધારે કોષ એ લશ્કરી વ્યવસ્થાનો સ્ત્રોત હતો. હવે ક્રમશ: સભાનું સ્થાન અગત્યનું થતું ગયું. કૃષિએ અગત્યની ભૂમિકા ભજવી. રાજયનું સાચું અસ્તિત્વ (સ્વરૂપ ) બુદ્ધના સમયમાં મધ્યગંગાના મેદાનમાં થતું હતું. ઋગ્વેદમાંપ્રશ્ત્યઅનેવૃજનનામના શબ્દો ઘાસચારાના મેદાનો સૂચવે છે, ઋગ્વેદમાં રાષ્ટ્ર શબ્દ મળે છે. પરંતુ રાજ્યનો અભાવ છે. કૌટિલ્ય પ્રમાણે 1 જનપદ બરબાર 3200 ગામ. બિંબિસારે 80,000 ગામોની એક સભા બોલાવેલી. N.B.P.W.આ તબક્કા સાથે સંકળાયેલ પોટરી છે.હવે રાજન્ય એ ક્ષત્રિયથી ઓળખાવા લાગ્યા.પાલી સાહિત્ય દ્વારા જાણવા મળે છે કે રાજા એ કર લેવાનું શરૂ કર્યું.રજ્જુગ્રાહક–અમાત્ય  જમીન મહેસૂલ અધિકારી તરીકે જોવા મળે છે. પાણીનીકૃત અષ્ટાધ્યાયીમાંક્ષેત્રકરનામના અધિકારીનો ઉલ્લેખ છે. જે જમીનમાપણી કરતો અધિકારી હતો. આ સિવાયરાજ્કમ્કિબાપણ કર ઉઘરાવતો અધિકારી હતો. રાજાનેષડભાગીન(છટ્ઠો ભાગ લેનાર) કહેવાતો. કાર્ષાપણ કે કહાપણ જેવા ચાંદીના સિક્કાનું ચલણ જોવા મળેછે. ગ્રામભોજકા એ ન્યાયાધીશ અને ઉઘરાવનાર અધિકારી હતા.આ સિવાયગ્રામીણિનામના પણ અધિકારી હતા. નિયુકતા એ કર ઉધરાવનાર હતા. તુંડીયા અને અકાસ્સીય નામના અધિકારીઓ પણ કર સાથે સંકળાયેલા છે. બલિસાધક, સર્વનીગ્ગાહક પણ કર સાથે સંકળાયેલ છે. જે રાજા માટે ભેટ- સોગાદો એકઠી કરતાં. પાણીનીના ગ્રંથમાંકારકર–કર ઉઘરાવનાર. બુદ્ધના સમયે જમીન દાનમાં લેનારે પણ કર ભરવો પડતો. ભોગગામ એ રાજાને ધાર્મિક ભેટ તરીકે આપવામાં આવતું. બુદ્ધના સમયમાં બુદ્ધના જન્મસ્થાનમાથી કર લેવામાં આવતો નહીં. કર ઉઘરાવનારને મદદ કરનાર-રાજભટ્ટ ન્યાયનું કારી પણ કરતાં.વસ્સક્કરનામનો બીબીસારનો મગધનો પ્રધાનમંત્રી હતો જેણે લિચ્છવીઓની એકતા તોડી, તેમણે હરાવવામાં મોટો ફાળો આપ્યો.આષ્ટાધ્યાયી ઉત્તર- પશ્ચિમમાં લખાયેલ. શતપથ બ્રાહ્મણ પ્રમાણે રાજા વંશાનુગત હોવો જોઇયે.

      ગણરાજ્યો: ગણ એક સભા હતી. શુદ્ર્ક, માલવ જેવા ગણરાજયો જોવા મળે છે. ગણ શબ્દ ઋગ્વેદમાં 46 વખત વપરાયેલો છે. ગણ લશ્કર સાથે સંકળાયેલ હતો. પાણીની-દસઆયુધજીવી સંધનો ઉલ્લેખ કરે છે જે તત્કાલિન ગણરાજ્યો હતો. કૌટિલ્ય તેમણેવાર્તાશસ્ત્રોપજીવી સંધતરીકે ઓળકાવે છે. આ ગણરાજ્યો જ્ઞાતિપ્રથા- વર્ણપ્રથાનો વિકાશ ન થતો હતો ત્યારથી અસ્તિત્વમાં હતા. જે બુદ્ધના સમયમાં વધુ વિકસિત થયા. ગણપતિ એ વૈદિક ગણોમાં એકમાત્ર અધિકારી હતા. આ ગણપતિ પછી રાજા બન્યા. લિચ્છવી ગણમાં સ્ત્રીઓ પણ ભાગ લેતી હતી. ઔતરીય બ્રાહ્મણમાંસ્વરાજઅનેવૈરાજ્યગણ માટે વપરાતો શબ્દ જોવા મળે છે. આ ગ્રંથમાં પ્રથમવાર રાજકીય વહીવટની વાત કરાયેલ છે. અશોકમાં શિલાલેખમાંનાભાગનામના ગણ અધિકારીની વાત આવે છે.

       પરિષદ:  પરિષદ આર્યો અને અનાર્યો બંનેમાં હતી. તેમાં બધા લોકો ભાગ લેતા. અમુક સમય સુધી પરિષદમાં સ્ત્રીઓ પણ ભાગ લેતી હતી. વિશેષ યોગ્યતા વિના તેના સદસ્ય ન બની શકાય.

      રત્ન હર્વિન્ષી સંસ્કાર : રત્ન હર્વિન્ષી સંસ્કાર એ રાજસુયી યજ્ઞનો એક ભાગ હતો. જે ઉત્તર વૈદિક કાળમાં મહત્વની વિધિ ગણાવા લાગ્યો. ગોહરણ યજ્ઞ એવો યજ્ઞ છે કે જેમાં રથો મહત્વપૂર્ણ છે. ગોવિકર્તના શબ્દ ગાયનો શિકાર કરનાર માટે વપરાયેલ છે. આ સંસ્કાર અંતર્ગત રાજા તેના રત્નોના ઘેર જઈ તેમના દેવને ભેટ ચઢાવે અને તેને રાજસુયી યજ્ઞમાં આવવાનું નિમંત્રણ આપે છે. શતપથ બ્રાહ્મણમાં એવું કહેવાયું છે કે રાજા બ્રાહ્મણ જીવી ન હોવો જોઇયે. રાજસુય યજ્ઞમાં રાજાનો અભિષેખ કરવામાં આવતો જેમાં ઉપરના ત્રણ વર્ણો ભાગ લેતા. ગોહરણ (ગાયોનું હરણ) અને અક્ષક્રીડા (ઘોડાઓની રમત) એ બંને રાજસુય યજ્ઞનો એક ભાગ હતા. ત્યારબાદ વાજપૈ યજ્ઞ હતો. જેમાં રાજા ગાદીનશીન થતો. ઐતિરીય બ્રાહ્મણ પ્રમાણે આ યજ્ઞ બાદ રાજા પ્રતિજ્ઞા લેતો હતો. ઋગ્વેદનો સમાજ કાબિલાઈ સમાજ હતો. ઋગ્વેદમાં કોઈ પણ પ્રકારના દાસમાટેનો શબ્દ નથી. દાસ-ગેરહાજર. શતપથ બ્રાહ્મણમાં રાજાનેરાષ્ટ્રામૃતકહ્યો છે. કામદારો-મજૂરો સૌ પ્રથમ બુદ્ધના સમયમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે.

       જાતિ અને રાજકીયતા વચ્ચેના સંબંધો: કૌટિલ્ય પ્રમાણે રાજા એ વર્ણ વ્યવસ્થાનો રક્ષક છે. અશોકના શિલાલેખમાં દાસભાટકશબ્દો શૂદ્રો માટે વપરાયો છે. જૈન વૃતાંતો મુજબચંદ્ર્ગુપ્તશુદ્ર હતો. કૌટિલ્ય ચારેય વર્ણોને સેનામાં ભરતી કરવામાં માનતા હતા. મોટાભાગના મતો મુજબ ઉચ્ચવર્ણના લોકો ઉચ્ચ હોદ્દો ભોગવી શકે. પૌર (Pour) શબ્દ અશોકના શિલાલેખમાંનિગમમાટે વપરાયો છે અનેગાહાવૈયોશબ્દ વૈશ્ય અને શુદ્ધો માટે વપરાયો છે.

        કૌટિલ્યનું અર્થશાસ્ત્ર- રાજકારણ તથા ધર્મ :રાજાની સત્તા વધારવી અને વહીવટનું કેન્દ્રિકારણ કરવું એ કૌટિલ્યની નીતિ હતી. તેની નીતિનો પાયો ત્રણ વેદો હતા. તેના મત મુજબ રાજા ધર્મપ્રવર્તક હતો. રાજાએ ચતુર્માસમાં પંદર દિવસ, પૂર્ણિમામાં ચાર દિવસ, વિજેતાઓના રાષ્ટ્રનક્ષત્ર અને જન્મનક્ષત્રમાં એક રાત્રિ માટે પશુવધ ન કરવો જોઇયે. રાજાએ માદા વાછરડા અને નર પશુઓનો વધ કરવો જોઈએ નહીં. અર્થશાસ્ત્રમાં બ્રહ્મા, ઇન્દ્ર, યમ અને સેનાપતિના ઈશ્વર તરીકે નામ આવે છે. અર્થશાસ્ત્ર અન્નની ચોરી બદલ મૃત્યુદંડની જોગવાઈ કરે છે. વરુણને પાપીઓના ભગવાન તરીકે પ્રયોજાયા છે. અર્થશાસ્ત્રમાં ન્યાયના પાયા તરીકે ચરિત્ર(રીતિ), વ્યવહાર(કરાર) અને ધર્મ(વિધિ     પુસ્તકના વિધાન) તથા રાજશાસન મુખ્ય છે. અમાત્યની મિલકત પણ ચેકિંગ માટે નિમણૂક થતી. પાણીની અને પતંજલિના મતાનુસાર મૌર્યોએ મૂર્તિઓનું ધન પ્રાપ્તિ માટે વેચાણ કર્યું હતું. કૌટિલ્યે પ્રથમ વખત ધર્મ અને રાજકારણને અલગ પાડ્યા. અર્થશાસ્ત્રમાં જ્યોતિષીઓ માટેઈક્ષણિકશબ્દ વપરાયો છે. સો વખત કહેવાથી અસત્ય પણ સત્ય બની જાય છે એવિ વાત કૌટિલ્યે કરી છે. તેના મતાનુસાર રાજા ધર્મથી પણ પર છે.               

                                        

Previous

Latest vacancies

    Our Materials

      Current affairs

        Latest Papers